બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા વરસાદ બાદ જગતના તાત વાવણીના કાર્યમાં જોડાઈ ગયા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોની જમીનને અનુરૂપ ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણી ખેડુતો કરી રહયા છે.ચોમાસાના પ્રારંભ બાદ જિલ્લામાં પડેલા વરસાદને ધ્યાને લઈ જૂન મહિના સુધીમાં થયેલ જિલ્લાની ૧,૩૨,૮૯૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ સામાન્ય વાવેતર વિસ્તાર અત્યારે સુધીમાં જિલ્લાની ૧,૩૨,૮૯૦ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી કપાસ (પિયત)નું ૧,૧૭,૯૯૦ હેકટર અને કપાસ (બિન પિયત) ૫૦૦૦ હેકટર મળી કુલ ૧,૨૨,૯૯૦ હેકટર, મગફળી ૯૬૩ હેકટર, તલ ૩૩૫૪ હેકટર, બાજરી ૩૨૫ હેકટર, મગ ૨૩૨ હેકટર, શાકભાજી ૫૨૨ હેકટર અને ઘાસચારાનું ૪૩૧૨ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
આમ જોવા જઈએ તો જિલ્લાના બોટાદ તાલુકામાં ૪૩૫૨૨ હેકટર જમીનમાં, ગઢડા તાલુકામાં ૫૪૫૩૦ હેકટર જમીનમાં, બરવાળા તાલુકામાં ૬૦૨૩ હેકટર જમીનમાં, અને રાણપુર તાલુકામાં ૨૮૮૧૫ હેકટર જમીનમાં મળી અત્યાર સુધીમાં જિલ્લાની કુલ ૧૩૨૮૯૦ હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ વાવેતર કર્યું છે.