હાદાનગર નજીક નાળામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

980

ભાવનગરના હાદાનગર નજીક આવેલ નાળામાંથી અજાણ્ય યુવાનનો મૃતદેહ મળી આવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગરના હાદાનગર નજીક આવેલ નાળામાંથી અજાણ્યા યુવકનો વિકૃત અને નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા લોકો બનાવ સ્થળે એક્ઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા બોરતળાવ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ફાયર બ્રિગેડ ટીમની મદદથી યુવકના મૃતદેહને નાળામાંથી બહાર કાઢી હોસ્પીટલ ખસેડાયો હતો. બોરતળાવ પોલીસે યુવકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleજુનાબંદર વિસ્તારમાં વીજશોક લાગતા બે ભેંસના મોત નિપજ્યા
Next articleરથયાત્રામાં ચણાની પ્રસાદી અપાશે