ભગવાનની આંખે પાટા બાંધી નેત્રવિધી કરાઇ

518

અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના સુભાષનગરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનની નેત્રવિધી કરવામાં આવી હતી. ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને નેત્રવિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. અષાઢી બીજના દિવસે ભગવાન શણગાર સજીને નગરયાત્રાએ નીકળશે. નગરયાત્રાએ નીકળનાર જગતના નાથના દર્શન માટે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Previous articleરથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ
Next articleજગન્નાથજી રથયાત્રામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત રખાશે : SP રાઠૌર