જગન્નાથજી રથયાત્રામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત રખાશે : SP રાઠૌર

651

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના ૧૮ કિ.મી.ના રૂટને સાત ભાગમાં વહેંચીને પોલીસ અધિકારીઓ અને જવાનાને ફરજની સોંપણી કરવામાં આવી છે.

રથયાત્રા બંદોબસ્ત અંગે એસ.પી. કચેરી ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, ડીવાયએસપી મનિષ ઠાકર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રથયાત્રા બંદોબસ્તના રેન્જ ડીઆઇજી, એસપીના માર્ગદર્શન હેઠળ ૧૬ ડીવાયએસપી, ૩૪ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧૩૦ સબ ઇન્સ્પેક્ટર, રેપીડ એક્સન ફોર્સ, અને બોર્ડર સિક્યુરીટી ફોર્સની એક એક ટૂકડી, આરપીએફની પાંચ ટૂકડી, પોલીસ, હોમગાર્ડઝ, ટ્રાફીક પોલીસ જવાનો, મહિલા પોલીસ, ઘોડેસ્વાર પોલીસ ઉપરાંત નેત્ર પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફત કંટ્રોલ રૂમ ખાતે સમગ્ર રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવનાર છે. તેમ એસ.પી.જયપાલસિંહ રાઠૌરે જણાવેલ છે.

Previous articleભગવાનની આંખે પાટા બાંધી નેત્રવિધી કરાઇ
Next articleરથયાત્રા બંદબસ્ત અંગે પોલીસને માર્ગદર્શન અપાયું