બાબરા શહેર થી ચમારડી ગામ જવાના જુના રસ્તા ઉપર આવેલ ખેડૂત ની વાડી માં ગઈ કાલ મોડી સાંજ થી રાત્રી ના બે વાગ્યા સુધી રીંગ દાર બોરવેલ માંથી જોરદાર હવા ના દબાણ સાથે ૧૦૦ ફૂટ થી વધારે પાણી નો ધોધ છૂટતા કુતુહલ વશ નજારો જોવા લોકો ના મોડી રાત સુધી ટોળા એકઠા થયેલા જોવા મળ્યા હતા
વિગત મુજબ બાબરા ના દરબાર હરેશભાઈ અનકભાઈ વાળા ની વાડી માં આવેલ ખેત પિયત ઉપયોગી રીંગદાર બોરવેલ માં મોડી સાંજે હવા ના દબાણ નો અવાજ ના કારણે પ્રથમ ખેડૂતે રીંગ દાર બોર માં લગાડેલ સબમર્શીબલ પંપ અને એચ ડી પી ઈ પાઈપ બહાર કાઢી લીધી હતી જેની નુકશાન થતું અટકી શકે બાદ રાત ના નવ વાગ્યા આજુ બાજુ જોરદાર પવન ના સ્પ્રેશર સાથે પાણી નો ધોધ છૂટવા લગતા વાડી માં કામ કરતા લોકો માં નાશભાગ જેવો માહોલ પેદા થયો હતો અને આજુબાજુ ની શિમ વિસ્તાર માંથી ૧૫૦ જેટલા લોકો રીંગબોર માં થયેલ પરિવર્તન નિહાળવા દોડી આવ્યા હતા
આતકે ચમારડી ગામ થી દોડી આવેલા ખેડૂત આગેવાન રાજુભાઈ વસ્તરપરા ના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ચોમાસા માં વરસાદ વધુ ઓછો પડ્યો છે ભૂતળમાં વરસાદી પાણી ઉતરતા અને અન્ય વિસ્તાર માંથી કોરા પડ માં હવાનું દબાવ વધવા થી આવું બનવું શક્ય હોવાનું લાગી રહ્યું છે
પાણી નો ધોધ ની તીવ્રતા ના કારણે આજુ બાજુ નો વિસ્તાર પાણી પાણી થયો હતો અને મોડી રાતે પાણી ની આવક બંધ થયા બાદ પણ હવા નું દબાણ કલાકો સુધી યથાવત રહ્યું હતું