સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકારે આજે શાળા ફી નિર્ધારણ સમિતિની રચના નવેસરથી કરી છે, જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષપદે રચાયેલી આ સમિતિ શાળાઓની મહત્તમ ફી મર્યાદા નક્કી કરશે. ગુજરાતમાં શાળાઓની ફી નિર્ધારણ અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેની સામે સંચાલકોએ સુપ્રિમ કોર્ટ સુધી લડત આપી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ફીની મહત્તમ મર્યાદા અંગે ગુજરાત સરકારે આ સમિતિ બનાવી છે. જેમાં શાળાના સંચાલકોથી માંડીને વાલીઓ રજૂઆત કરી શકશે.
આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના અધિકારને સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યો છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ફી નિયમન એક્ટ સીબીએસસી સહિતના તમામ બોર્ડને લાગુ પડશે. ઉપરાંત વધારાના સુધારા હોય તો સંચાલકો કે વાલીઓએ બે અઠવાડિયાની અંદર આ અંગેની રજૂઆત રાજ્ય સરકારને કરવાની રહેશે. જેના પછીના બે અઠવાડિયામાં રાજ્ય સરકારે નવું ફીકસેશન જાહેર કરવાનું રહેશે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં શાળા સંચાલકો દ્વારા ફી ઉઘરાવવા અંગે થઇ રહેલાં દબાણને વશ નહીં થવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને જૂન મહિના સુધી કોઇપણ સંચાલકો વાલીઓ પાસે ફી અંગેનો દબાણ કરી શકશે નહીં.
સુપ્રિમ કોર્ટે સૂચવેલા સુધારા
* ઝોનલ કમિટીમાં નિવૃત્ત ડિસ્ટ્રીક જજને બદલે નિવૃત હાઇકોર્ટ જજ નિમવા
* રાજ્ય કક્ષાની રિવિઝન કમિટીમાં બે નિવૃત હાઉકોર્ટના જજ મૂકવા
* એક અઠવાડિયામાં નવી ફી નિર્ધારણ સમિતિ બનાવી