બોલિવુડની ફિલ્મોમાં લગ્ન કર્યા બાદ અનુષ્કા શર્મા વધારે દેખાઇ રહી નથી પરંતુ તે ચર્ચામાં સતત રહે છે. તે હજુ કેટલીક ફિલ્મો કરવા માટે ઉત્સુક છે. હાલમાં તે નેટફ્લીક્સ માટે બુલબુલ નામની પિરિયડ ડ્રામા કરી રહી છે. સાથે સાથે ટેલિવીઝન માટે બે પ્રોડેક્ટ પર કામ કરી રહી છે. બોલિવુડમાં અભિનેત્રીઓ સાથે શોષણના હેવાલ વચ્ચે હવે અનુષ્કા શર્મા દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. જો કે તે આ મામલે કોઇ વાંધાજનક વાત કરી રહી નથી. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં ખુબ સારા લોકો પણ રહેલા છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ તે પોતાની બોલિવુડ કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. તે ફિલ્મોમાં સતત કામ રહી છે. તે છેલ્લે શાહરૂખ અને કેટરીના સાથે ફિલ્મ જીરોમાં નજરે પડી હતી. જો કે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. ભાઇ ભત્રીજાવાદને લઇને હાલમાં છેડાયેલા વિવાદમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કુદી પડી છે. અનુષ્કા શર્માએ પોતાની ટિપ્પણી કરતા કહ્યુ છે તે તેને તેના એક દશક લાંબી કેરિયરમાં ક્યારેય ભાઇ ભત્રીજાવાદ અથવા તો સગાવાદની સ્થિતીનો સામનો કરવો પડ્યો નથી. તેનુ કહેવુ છે કે તેને બહારની હોવા છતાં આવા અનુભવ થયા નથી. વર્ષ ૨૦૦૮માં બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અનુષ્કા શર્માએ કહ્યુ છે કે બોલિવુડમાં કુશળતા ધરાવનાર તમામ લોકોનુ સ્વાગત છે. આદિત્ય ચોપડાની રબને બના દી જોડી ફિલ્મ સાથે અનુષ્કાએ બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી છે પરંતુ આવી સ્થિતી તેની સામે આવી નથી. ૨૯ વર્ષીય અભિનેત્રી છેલ્લે વરૂણ ધવનની સાથે સુઇ ધાગા નામની ફિલ્મમાં નજરે પડી હતી.