દુનિયાભરમાં આ વર્ષે જૂન મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. સેટેલાઈટ ડેટામાંથી મળેલી માહિતી પ્રમાણે, ગત મહિને પશ્વિમ યુરોપમાં ભીષણ ગરમી પડી હતી. યુરોપીય સંઘની કોપરનિક્સ ક્લાઈટમેટ ચેન્જ સર્વિસ દ્વારા કરાયેલા સ્ટડી પ્રમાણે, યુરોપનું તાપમાન સામાન્યથી અંદાજે ૨ ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું હતું.
કોપરનિક્સની ટીમે કહ્યું કે, આ રેકોર્ડ તોડીને ગરમી માટે સીધી રીતે જળવાયુ પરિવર્તનને જવાબદાર ન ગણાવી શકાય. એક અન્ય વિશ્લેષણમાં આંતરરાષ્ટ્રીય ટીમે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગથી લૂમાં ઓછામાં ઓછો ૫ ગણો વધારો થયો છે. ગત જૂન મહિનાની તુલના કરવામાં આવે તો પૃથ્વીનું તાપમાન જૂન ૨૦૧૯માં ૦.૧ ડિગ્રી સેલ્સિયસ વધારે જોવા મળ્યું હતું.
ડેટા પ્રમાણે, ગત જૂન મહિનામાં આફ્રિકાના સહારા રેગિસ્તાનમાંથી આવનારી ગરમ હવાઓના કારણે સમગ્ર યુરોપનું હવામાન ગરમ રહ્યું હતું. જ્યાં વાતાવરણ એટલું ગરમ હતું કે, ફ્રાંસ, જર્મની, ઉત્તર સ્પેન અને ઈટાલીમાં તાપમાન સામાન્ય કરતા ૧૦ સેલ્સિયલ વધારે નોંધાયું હતું.
ગત મહિને હીટવેવના કારણે સ્પેનમાં બે લોકોના મોત થયા હતા. ઈટાલી સહિત મધ્ય યુરોપમાં આ વર્ષે સિઝન પહેલા જ કાળઝાળ ગરમી પડી રહી છે. યુરોપીય હવામાના વિભાગ પ્રમાણે બલ્ગેરિયા, પોર્ટુગલ,ઈટાલી, સ્પેન, ગ્રીસ અને ઉત્તર મૈસીડોનિયા બાદ ફ્રાંસ યુરોપનો ૭મો દેશ છે, જ્યાં જૂનમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસની ઉપર પહોંચ્યું હતું.