૧૪૨મી રથયાત્રા : ૨૨ કિમીના રૂટ પર અમદાવાદ પોલીસે સુરક્ષા માટે ‘ગ્રાન્ડ રિહર્સલ’

467

૧૪૨મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. કુલ ૨૨ કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને આગમચેતીની તમામ તૈયારીઓ કરી હતી.

ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાને લઈ થયેલું પોલીસના ગ્રાન્ડ રિહર્સલ સીપી એ.કે. સિંધની અધ્યક્ષતામાં થયું હતું. રથયાત્રાના રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરાઈ હતી. રથયાત્રાના રૂટ પર આજે રિહર્સલને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે,ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રૂટ પર ગઈકાલે આરએએફએ પેટ્રોલિંગ કર્યું હતુ. રૂટ પેટ્રોલિંગમાં ૧૫થી વધારે ટુકડીઓ જોડાઇ હતા. જેમાં ૮૦થી વધારે જવાનો હાજર રહ્યા હતા. તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો આ રથયાત્રા દરમ્યાન ખોટા મેસેજ વાયરલ ના થાય અને કોમ્યુનલ વાયોલેશનથી બચવા ખાસ બ્રીફિંગ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેડીયમ ખાતે રાખવામાં આવી હતી ખાસ કરી આ રથયાત્રામાં ૮ આઈજી, ૨૩ ડીસીપી, ૪૪ એસીપી અને ૧૧૯ પોલીસ ઇન્સ્પેકટર્સ આ રુટ પર તૈનાત કરાયા છે. તો પોલીસ અને હોમગાર્ડ જવાન સહિત કુલ ૨૫ હજાર પોલીસ ખડેપગે સુરક્ષામાં રહેશે. એસઆરપી અને સીઆર પીએફ, એનએસજી કમાન્ડોની ૩૭ ટૂકડી તૈનાત કરાઈ છે. રુટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સર્વેલન્સ કરાશે.

Previous articleકોંગ્રેસે અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ઝાલાના ઘરના દરવાજે વ્હીપ લગાવ્યું
Next articleપ્રેમીપંખીડાને પ્રેમની સજા, એકબીજાને જૂતાનો હાર પહેરાવી મોઢું કાળું કરાવ્યું