અરવલ્લીના કોઈ અંતરિયાળ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં બે પ્રેમીઓને સ્થાનિકો દ્વારા સજા કરાતી હોવાનું દેખાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવક અને યુવતીને પરિવારજનો અન્ય લોકોની હાજરીમાં બંનેને જૂતા હાર પહેરાવી અને એકબીજાના મોંઢા કાળા કરતા દેખાય છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં જોતા બે પ્રેમીઓને પ્રેમ કરવા બદલ સજા આપવામાં આવી રહી છે. જેમાં બંનેને એકબીજાનું જૂતાનો હાર પહેરાવવા મજબૂર કરાય છે અને મોઢું કાળું કરાવવામાં આવે છે. પ્રેમીઓને પ્રેમ કરવા બદલ અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. તેમને કરાયેલી સજાનો ત્યાં હાજર પૈકીના કોઈ વ્યક્તિએ જ વાઈરલ કર્યો છે.