મહેસાણા નજીક તબીબના ક્લિનીકમાંથી આરોગ્ય વિભાગની ટીમે એક્સપાયર દવાનો જથ્થો ઝડપ્યો

463

સમીના લંપટ ડોક્ટર અને તેના પુત્રની કામલીલાનો પર્દાફાશ થયા બાદ આરોગ્ય તંત્ર અને પોલીસ હરકતમાં આવી છે. મંગળવારે બંને લંપટ પિતા-પુત્રની બેલડીને સાથે રાખી તપાસ ટીમો મહેસાણા ખાતે આવેલા ડો. મહેન્દ્ર મોદીના મકાન અને દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી એક્સપાયર થઈ ગયેલી દવાઓ સહિત એલોપેથી દવાઓનો જથ્થો કબજે  કરવામાં આવ્યો છે.

સમીમાં પ્રેક્ટીશ કરતા આયુર્વેદિક ડોક્ટર મહેન્દ્ર મોદી અકીલા અને તેના પુત્ર કિશન મોદી તબીબની ડિગ્રી ન ધરાવતો હોવા છતાં દર્દીઓની સારવાર ગેરકાયદેસર રીતે કરતો હતો. આ બન્ને બાપ-દીકરા પોતાના દવાખાને સારવાર માટે આવતી કેટલીક મહિલાઓને ફસાવી દુષ્કર્મ આચરતા હતા. તેમની કામલીલાના વિડીયો સોશિયલ મિડીયામાં ફરતા થતાં ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ થયો હતો. તેમના કુકર્મનો ભોગ બનેલી બે મહિલાઓએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસ અને આરોગ્ય તંત્રએ તપાસ શરૂ કરી છે.

Previous articleસાબરમતીમાં નિવૃત્ત આર્મી જવાનના ત્રાસથી શિક્ષિકાનો આપઘાતનો પ્રયાસ
Next articleખેડૂત રેલી માટે શહેર તરફ આવતા કોંગ્રેસી નેતા-કાર્યકરોને અટકાવાયા