હુ આપઘાત કરવા જાઉ છુ કહીને PSI રવાના થતાં પોલીસ તંત્ર દોડતું થયું

645

ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ. ચાવડા ફરજમાં સતત ગેર હાજર રહેતા હતા, જેથી આજે નોટિસના જવાબ માટે તેઓને ઉચ્ચ અધિકારીએ બોલાવ્યા હતા ત્યારે પીએસઆઇએ ધમકી આપી કે મને બરતરફ કરેલ તે બાબતે મારે કોઇ બચાવ કરવો નથી, પરંતુ ભગવાન પાસે મે આવવાની મંજુરી માગી છે, તેમ કહીને રવાના થતાં પોલીસે તંત્ર દોડતુ થયું હતું અને તાત્કાલીક અસરથી પીએસઆઇની અટકાયત કરીને તેઓને મનોચિકીત્સક ડોક્ટર પાસે સારવાર કરાવવા મેસેજ પાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત આઇબીની વડા આર.બી.બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લામાં પથાપુર નજીક ગામમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્યામરાજજી સિધ્ધાર્થસિંહ ચાવડા ફરજમાં બેદકારી બદલ ચાર વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ચુંટણી સમયે ભુજમાં ફરજ પર ગેરહાજર રહ્યા હતા. તે સમયે ભુજ ડીવાયએસપી સામે ઉધ્ધત વર્તન કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આઈબી માં મૂકવામાં આવ્યા હતા.

આઇબીમાં પણ એક દિવસ આવ્યા બાદ સાત મહિનાથી ગેર હાજર રહેતા હતા જેથી બરતરફ કરવાની નોટિસ આપી હતી ત્યારે આજે હાજર થઇને અધિકારીને કહ્યું કે મને બરતરફ કરેલ તે બાબતે મારે કોઇ બચાવ કરવો નથી પરંતુ ભગવાન પાસે મે આવવાની મંજૂરી માગેલ છે, જે મંજુર થયેથી હુ જતો રહીશ તેવી ધમકી આપીને પીએસઆઇ રવાના થયા હતા.

જેથી પોલીસે મેસેજ જિલ્લા પોલીસ વડાને મેસજ પાસ કરીને તાત્કાલીક અસરથી પીએસઆઇ ની અટકાયત કરીને તેઓને મનોચિકિત્સક ડોક્ટર પાસે સારવાર કરાવવી. અ પ્રમાણેની મેસેજ બાબત પોલીસે તપાસ કરતાં તે ઘેર મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક પીએસઆઇ આવા જ પ્રકરણમાં આપઘાતની ઘમકી આપીને ગુમ થઇ હતા.

Previous article ત્રિમંદીર પાસે ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત
Next articleડોન દાઉદ પાકિસ્તાનમાં રહી નેટવર્ક ચલાવે છે : અમેરિકા