જાફરાબાદના રોહીસા ધારાબંદર અને ચિત્રાસર ગામે આજે જય નર્મદે જય સર્વદેના નામ ગુંજયા સંસદીય સચીવ હિરાભાઈ સોલંકી તેમજ મામલતદાર ચૌહાણની અધ્યક્ષતામાં સ્વાગત રોહીસા સરપંચ વિજાણંદભાઈ વાઘેલા, તાલુકા પંચાયત ચેરમેન છગનભાઈ ભુરાભાઈ વાઘેલા, ભુપતભાઈ ઉપસરપંચ તેમજ રોહીસા સેવા સહકારી મંડળીની મહેન્દ્રસિંહ વાળાની ટીમ દ્વારા નાની નાની બાળાઓએ શણગારેલ સામૈયા સાથે જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલની હાજરીમાં સ્વાગત થયું ત્યારબાદ ધારાબંદર ગામે સરપંચ સુકરભાઈ સોલંકી ઉપસરપંચ દોલુભાઈ બારૈયા તેમજ ગામ આગેવાનો આંગણવાડીના કાર્યકરો દ્વારા સ્વાગત થયું તેમજ ચિત્રાસર ગામે સરપંચ છગનભાઈ નથુભાઈ, ઉપસરપંચ બુધભાઈ સોલંકી તેમજ બલાણા ગામે પણ સરપંચ છગનભાઈ ભુરાભાઈ ડાભી, ઉપસરપંચ ભાણીબહેન કરશનભાઈ તેમજ નીતેશભાઈ શેલાણા તેમજ ધનાભાઈ તેમજ શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ તેમજ ધારાબંદર આચાર્ય મુનેશભાઈ હાજર રહેલ તેમજ ચિત્રાસર મહાપ્રસાદનું આયોજન આચાર્ય સામતભાઈએ કરેલ પ ગામોમાં જે નર્મદા મહાકુંભ રથનું સ્વાગત ગામ લોકો દ્વારા થયું.