ડોન દાઉદ પાકિસ્તાનમાં રહી નેટવર્ક ચલાવે છે : અમેરિકા

389

પાકિસ્તાન પોતાના દેશમાં અપરાધીઓ અને ત્રાસવાદીઓને શરણ આપે છે તે બાબત પહેલાથી જ જાણીતી રહી છે પરંતુ પાકિસ્તાન આવા જુદા જુદા દેશોના દાવાને હમેંશા રદિયો આપ્યો છે. હવે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની કબુલાત અમેરિકાએ પણ કરી છે. અમેરિકાએ પણ લંડનની કોર્ટમાં કબુલાત કરી છે કે આ બાબતના પુરતા પુરાવા છે કે અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં સક્રિય છે. તે પાકિસ્તાનમાં બેસીને પોતાના અપરાધના નેટવર્કને ચલાવી રહ્યો છે. અપરાધ સિન્ડિકેટને લઇને મોટા કારોબારીઓમાં હમેંશા ફફડાટ રહે છે. અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઇ  દ્વારા લંડનની કોર્ટમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. દાઉદના ખાસ સાથી જાબિર મોતીવાલાના અમેરિકામાં પ્રત્યાર્પણના ટ્રાયલના પ્રથમ દિવસે અમેરિકા તરફથી વકીલ જોન હાર્ડીએ કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એફબીઆઇ ન્યુયોર્કમાં જ ડી કંપનીના લિન્કમાં તપાસ કરે છે. ડી કંપનીનુ નેટવર્ક પાકિસ્તાન, ભારત અને યુએઇમાં ફેલાયેલુ છે. આ કંપનીના લીડર તરીકે ભારતીય મુસ્લિમ દાઉદ ઇબ્રાહિમ છે જે પાકિસ્તાનમાં રહે છે.

એફબીઆઇ તરફથી રજૂઆત કરતા તેમણે કહ્યુ હતુ કે દાઉદ અમેરિકામાં પણ પોતાનુ નેટવર્ક ફેલાવવા માટેના પ્રયાસ કરી રહ્યો છે. ખાસ કરીને મની લોન્ડરિંગ અને ખંડણી વસુલ કરવાનુ કામ ડી કંપની કરે છે.

જાબિરને અમેરિકામાં લઇ જઇને પુછપરછ કરવાનો મામલો લંડનની કોર્ટમાં ચાલી રહ્યો છે. મોતીલાલને લંડનમાંથી એફબીઆઇ દ્વારા ૨૦૧૮માં અંડરકવર એજન્ટ મારફતે પકડી પાડવામાં આવ્યો હતો. જાબિર મોતીવાલના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે. એફબીઆઇની તપાસમાં ખુલાસો થયો છે કે મોતીલાલ સીધી રીતે દાઉદને રિપોર્ટ કરે છે. દાઉદના આ સાથીનુ કામ ખંડણી એકત્રિત કરવાનુ રહે છે.

Previous articleહુ આપઘાત કરવા જાઉ છુ કહીને PSI રવાના થતાં પોલીસ તંત્ર દોડતું થયું
Next articleઅમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ : દર્શન કરવા પડાપડી