મોદી સરકારે બુધવારે ૧૪ ખરીફ પાકમાં લઘૂતમ ખરીદ રકમ વધારવાનો નિર્ણય લીધો છે. મોદી સરકારના આ નિર્ણયથી દેશના કરોડો ખેડુતોની આર્થિક સ્થિતિ સારી થશે. કેન્દ્રિય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી હરસિમરત કૌર બાદલે ટ્વીટ કરતા જણાવ્યું કે, ડાંગરની એમએસપી ૬૫ રૂપિયા પ્રતિ ક્વિંટલ અને કપાસની એમએસપી ૧૦૫ રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારવામાં આવી છે.
હરસિમરત કૌર બાદલે પોતાના ટ્વીટમાં લખ્યું, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીનો આભાર માનું છું, જેમણે ખેડુતો સાથે વચન નિભવ્યો અને કૃષિ સંકટથી લડવા માટે ડાંગરની એમએસપીમાં ૬૫ રૂપિયા અને કપાસની એમએસપીમાં ૧૦૫ રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કર્યો. આ નિર્ણય ખર્ચ પર ૫૦% લાભ સુનિશ્ચિત કરવા માટે એનડીએ સંકલ્પને અનુરુપ છે. આ વધારાથી ૨૦૨૨ સુધી કૃષિ આયાતને બેગણુ કરવાના પીએમનાં લક્ષ્યાંકને પૂરો કરવામાં મદદ મળશે.
કેન્દ્રિય કેબિનેટે જે ૧૪ ખરીબ પાકોની એમએસપી વધારવાની જાહેરાત કરી છે, તેમા ડાંગર, કપાસની સિવાય દાળ,તલ, અડદ દાળ, સૂરજમુખી અને સોયાબીનનો પણ સમાવેશ થાય છે.