વસ્તી અત્યાર ના સમય માં કુદકે અને ભૂસકે વધી રહી છે. આમ જોઈએ તો આ એક વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે,પણ તેનો કોઈ ઉપાય ખરો આ વસ્તી વિસ્ફોટ ના કારણે અનેક પ્રકાર ની સમસ્યાઓ આ પૃથવી પર માનવને પડે છે. વસ્તી વધારા ને કારણે દેશમાં ગરીબીનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે. આ માનવ પોતે કઈ ના સમજે તો તેનો નિચ્છિત પણે દુખ વેઠવા નો વારો આવે છે. તેમાં ગરીબ લોકો અને અમીર લોકો દુખી થાય છે, કારણ કે જેના પાસે ધન છે, તેને લૂંટવા નો ભય અને ગરીબ છે, તેને ભૂખમરાનો અને પોતાના સામાજિક અને આર્થિક વ્યહવાર કઈ રીતે કરવા તેના માટે પારાવારમુશ્કેલીઓ ઊભી થાય છે.આ મુશ્કેલીઓ માઠી અસર દૂર કરવા માટે એક જ ઉપાય છે કે જ્યાં માનવ વસ્તી ઓછી હોય ત્યાં રોજગારી ની તકો વધુ હોય છે.આમ વ્યક્તિએ પોતાની મુશ્કેલીઓ ઓછી કરવા માટે પોતે સામાજિક રીતે આ વાત સમજવી જરૂરી છે.આમ દરેક વ્યક્તિ પોતાની સ્વેછિક ફરજ સમજી ને તેમાં પોતાની યોગ્યતા પ્રમાણે વસ્તી વધારો અટકાવવા માં મદદ કરવી જોઈએ. અત્યાર ના સમય માં જોઇયે તો જયા જાઓ ત્યાં લાઈનો હોય છે, કેમ કે પૈસા ની જેમ વસ્તીનો પણ ફુગાવો થઈ ગયો છે, કોઇ પણ વસ્તુનો ફુગાવો થાય ત્યારે તેની વેલ્યૂ રહેતી નથી. આપણે ઘણી વાર ટીવી ચેનલ કે ન્યૂઝપેપર માં વાચીએ છીયે કે ઝીમ્બાવે જેવા દેશ માં પૈસાના ફુગાવાને લીધે તેમની પરિસ્થિતી એકદમ દયનીય હાલત માં આવી ગઇ છે, જેમકે તેમને એક બ્રેડ નું પેકેટ લેવા માટે એક થેલી ભરીને પૈસા લઇ જવા પડે છે. આ બધુ ફુગાવા ને કારણે આભારી છે. જીવન જરૂરિયાત ની વસ્તુઓ ના મળવનું મુખ્ય કારણ એ છે કે વસ્તી વધારે અને વસ્તુઓનું પ્રમાણ નિહવત હોય છે, ત્યારે આ ફુગાવો અસ્તિત્વ માં આવે છે. જ્યારે કોઈ પણ રીતે પૈસાનો ફુગાવાઓ થાય છે, ત્યારે અનેક સામાજિક દૂષણો નો ભોગ માનવી બને છે.ચોરી લૂંટ જેવા અનેક મુખ્ય દૂષણો આપણ સમાજ માં ઘર કરી જાય છે. જે દેશ માં વસતી ઓછી હોય છે, ત્યાં નાણાં નું મૂલ્ય પણ ઊંચું હોય છે, જેમકે ઓસ્ટેલિયા, અમેરિકા, ન્યૂઝલેંડ જેવા દેશ માં માનવ વસ્તી બિલકુલ નિહાવત છે, આથી આ દેશો માં રોજગારી નું પ્રમાણ ખુબજ ઊંચું હોય છે.તમે દરોજ જોવો છો કે આપના દેશ માથી દિવસે અને દિવસે વિદેશ જવાનું પ્રમાણ વધવા લાગ્યું છે,તેનું મુખ્ય કારણ એ છે કે આ વસ્તી વિસ્ફોટ અને વસ્તી વિસ્ફોટના કારણે રોજગારી નુ પ્રમાણ ખુબજ ઓછું હોય છે.આથી દરેક બેરોજગાર માણસ વિદેશ ભાગી જાય છે, પણ તે બેરોજગાર હોવાનું મુખ્ય કારણ સુધી પોહચી શકતો નથી.તે નું મુખ્ય કારણ એ છે કે ભારત દેશમાં થયેલો વસ્તી વિસ્ફોટ આ વસ્તી વિસ્ફોટ એટલા પ્રમાણ માં થયો છે કે મુંબઈ જેવા શહેર માં માણસ એક કીડિયારા ની જેમ ઉભરાય છે તેથી તો વર્ષો પહેલા એક કહેવત આવી કે,
“મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે.” ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણ દેશ વસ્તી નિહવત પ્રમાણમાં હતી,પણ સમય જતાં વસ્તી વધતી ગઈ અને બેરોજગારી જેવી દૂસમસ્યાઓ આપની સામે આવતી ગઈ.જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણો એક રૂપિયો બરાબર એક ડોલર હતો. વસ્તીવધારા ની માંગ ને પોહચી વળવા માટે સરકારે વિશ્વ બેન્ક પાસે રૂપિયા નું અવમૂલ્યન કરાવ્યુ આ અવમૂલ્યન ને કારણે એક ડોલર બરાબર ૬૫ થી ૭૦ રૂપિયા થઇ ગયા છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ કેટલી હદે ફુગાવો કહેવાય ! અત્યારના સમયમાં ભારત દેશની વસ્તી ૧૨૦૦૦૦૦૦૦ કરોડ જેવી અંદાજિત થઈ ગઈ, અને સમયે સમયે આ સંખ્યા માં ખૂબ વધારો થઈ રહ્યો છે. આપના જેવા બુદ્ધિજીવીઓ કહે છે કે સરકારે વસ્તી વધારો અટકાવવા માટે અનેક પ્રયત્નો કરવા જોઇયે ? મારા વાલા સરકારની વસ્તી વધારો અટકાવવા માટે એક હજાર યોજનાઑ ચાલે છે.તેમાં કોઈ દિવસ સહભાગી થયા છો કે ખાલી વાતો જ કરેય રાખો છો. ભારત દેશ માં વસ્તી વધારો અટકાવવા માટે નસબંધી અને તેના જેવી અનેક યોજનાઓ ચાલે છે,પણ માણસો એ સ્વૈછીક રીતે વિચારીને યોજનાઓ નો અમલ કરાવો જરૂરી છે. ફક્ત સુફિયાની વાતો કરવાથી કે વિશ્વ વસ્તી દિન ઉજવવાથી આ વસ્તી વધારો અટકવાનો નથી.