અંબિકા પ્રાથમિક શાળા નં-૭ માં ધોરણ- ૧ થી ૫ માટે આનંદદાયી બાળમેળો કે જેમાં બાળકોએ બાળગીતો, અભિનય ગીતો, બાળવાર્તાઓ, રંગપૂરણી, છાપકામ,ચીટકકામ જેવી પ્રવૃત્તિઓનો આનંદ લીધો.ધોરણ-૬ થી ૮ માં જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો જેમાં બાળકોએ મહેંદી મુકવી, ઈસ્ત્રી કરવી, બેંક ની સ્લીપ ભરવી, વેસ્ટ માંથી બેસ્ટ, વિજ્ઞાનના પ્રયોગો, સરબત બનાવવું, જુદા જુદા સાધનોનો ઉપયોગ વગેરે જેવી પ્રવૃત્તિઓનો આનંદ લીધો.પર્યાવરણને જાણો,માણો અને સમજો પ્રવૃતિ અંતર્ગત પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.શાળા પરિવારના સહયોગથી અને શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ સફળ બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.