બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી બેંક ઓફ બરોડામાં છેલ્લા પાંચ-પાંચ દિવસ સુધી કનેક્ટીવિટી બંધ રહેતા ગ્રાહકોને કોઈપણ પ્રકારનો વહીવટ ન થતા રાણપુર શહેરના લોકો મુશ્કેલીમાં મુકાય છે.રાણપુર શહેરની મધ્યમાં આવેલી બેંક ઓફ બરોડામાં રાણપુરમાં આવેલી બેરીંગ કંપનીના કામદારો તેમજ વેપારીઓ અને ૪૦ ગામડાના લોકોના ખાતાઓ આ બેંક માં છે.જેમાં રોજ લાખો રૂપિયાનો વ્યવહાર થઈ રહ્યો છે.ત્યારે આ બેંકમાં પાંચ-પાંચ દિવસ સુધી કનેક્ટીવિટી બંધ રહેતા વેપારીઓ સહીત અનેક ખાતેદારોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. વારંવાર આવી સમસ્યાઓ સર્જાતા લોકોના કોઈપણ પ્રકારના વ્યવહાર થઈ શકતા નથી અને રોજેરોજ ખાતાધારકો ધક્કાઓ ખાય ને હેરાન થાય છે.ત્યારે આ બેંકમાં કનેક્ટીવિટી નિયમિત રહે તે માટે અને ગ્રાહકોને તેમની સેવાઓ નીયમીત મળી રહે જેથી કરીને ખોટા ધક્કાઓ ન ખાવા પડે તે માટે ગ્રામપંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્વારા બેંક મેનેજરને લેખીત રજુઆત કરવામાં આવી હતી.જ્યારે આ અંગે રાણપુર બેંક ઓફ બરોડાના મેનેજર ખુશાલખાન સાથે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે બી.એસ
એન.એલ.કંપનીના નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી અને કેબલ વારંવાર તુટી જતો હોવાથી વારંવાર આવી સમસ્યાઓ થાય છે.હાલમાં બી.એસ.એન.એલ. કંપનીનો વાયર કપાઈ ગયો હોવાથી કનેક્ટિવીટી બંધ હતી જે આજે ચાલુ થઈ ગઈ છે.છેલ્લા પાંચ દિવસથી કનેક્ટીવીટી બંધ હોવાથી અમારી ઉપરની જે ઓફીસોમાં પણ જાણ કરી છે.વારંવાર કનેક્ટીવિટી બંધ થઈ જાય છે તેના લીધે અમારા બેંકના ખાતેદારોના કામ થતા નથી.આમ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવુ રાણપુરના લોકો ઈચ્છી રહ્યા છે.