રેઢીયાર ઢોરથી ફફડતી દામનગરની પ્રજા શાસકો બેફીકર પ્રજા ભગવાન ભરોસે

724

ઘણા સમયથી દામનગર શહેરની પ્રજાને સત્તાવતો રેઢીયાર ઢોરની સમસ્યાથી ગળે આી ગયેલ પ્રજા ફફડતા જીવે પસાર થાય છે.

થોડા દિવસ પુર્વે એક આખલાએ કેટલાયે લોકોને ઈજાઓ પહોંચાડી તરખાટ મચાવતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયેલ પરંતુ પશ ડોકટર અને સ્વ્યંસેવકોએ આ આખલાને કાબુમાં લીધો હતો. જેનો રાજા નબળો તેની પ્રજા દુઃખી તેમ શાસકોએ પ્રજાની સુખાકારી અને સલામતી માટે ના નિર્ણયો લેવાની જરૂરી છે. રેઢીયાર ઢોરના ત્રાસથી પ્રજા ત્રાહીમામ છે ત્યારે શાસકોની લાપરવાહીથી રખડતા ભટકતા મુક પશુઓની યોગ્ય સુરક્ષા માટે પગલા ભરે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

Previous articleરાજુલાનાં વીજપ્રશ્ને વિધાનસભામાં અંબરીશ ડેર અને ઉર્જામંત્રીની ચર્ચા
Next articleવલભીપુર દવાખાના સામે પાર્કીંગ રૂમનો સ્લેબ ધરાશાયી