સિહોર નગરપાલિકા એ પાણીવેરો વધારવા ના નિણઁય થી સિહોર ની જનતા મા આક્રોશ ઉભરી આવ્યો છે અને સાથે સિહોર ના દરેક મુદ્દા જેમા સિહોર અને સિહોર ની જનતા નુ અહિત થતુ હોય ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ સિહોરજનો ની વ્હારે આવી જાય છે જેમા પાણીવેરા વધારા ના વિરોધ મા પણ સિહોર કોંગ્રેસ સમિતિ આક્રમક અને લડાયક જોવા મળી છે જેમા સવોં સિહોરજનો ની પાણીવેરા વધારા ના વિરોધ મા સહિઓ પણ ખુબજ મોટી સંખ્યામાં એકઠી કરાઇ છે અને આ પાણીવેરા વધારા ના વિરોધ મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખજયદિપસિંહ ગોહિલની અધ્યક્ષતા આજરોજ તા. ૩ ને બુધવારે સવારે ૧૧ઃ૦૦ કલાકે નગરપાલિકા ઓફિસ જઇ સતાધીશો ને પાણીવેરા વધારા ના વિરોધ મા આવેદનપત્ર આપ્યુ તેમજ એકઠી થયેલ સહિ જે સિહોરજનો નો ખરેખર આક્રોશ છે તે સતાધીશો ને સોપવામાં આવી અને પાણીવેરો પાછો ખેચવા રજુઆત કરાઇ અને પાણીવેરો મા વધારો પાછો નહિં ખેચાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી અપાઇ આ આવેદનપત્ર મા સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતા કિરણભાઈ ઘેલડા, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી જયરાજસિંહ મોરી, મુકેશભાઈ જાની, કિશનભાઇ મહેતા, ઇકબાલભાઇ સૈયદ, કેતનભાઇ જાની,યોગેશભાઈ વ્યાસ,રહીમભાઇ મહેતર,વહિદાબેન પઢીયાર, યુવરાજ રાવ, રાજુભાઈ ગોહેલ, પરેશભાઇ બાજક, ડી.પી.રાઠોડ, સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો જોડાયા હતા.