અમરનાથ યાત્રા : ત્રણ દિવસમાં ૨૨ હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

459

૧ જુલાઇથી ચાલુ થયેલી અમરનાથ યાત્રાનો આજે ચોથો દિવસ છે. ગત્ત ત્રણ દિવસો દરમિયાન ૨૨ હજાર થી વધારે શ્રદ્ધાળુઓએ સફળતાપુર્વક બાબા બર્ફાનીનાં દર્શન કરી લીધા છે. આ શ્રદ્ધાળુઓને હવે બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. પરત ફરવા દરમિયાન શ્રદ્ધાળુઓની મદદ માટે અર્ધસૈનિક દળોનાં જવાનો અલગ-અલગ સ્થળો પર ફરજંદ કરવામાં આવ્યા છે.  અમરનાથ યાત્રાની સુરક્ષા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીના અનુસાર ત્રણ જુલાઇ સુધી બાલટાલ બેઝ કેમ્પથી આવેલા ૭૮૪૦ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીનાં દર્શન કરી લીધા છે. જેમાં ૧૨૬૪ હેલીકોપ્ટર દ્વારા પવિત્ર ગુફા સુધી પહોંચ્યા હતા. જ્યારે ૬૩૭૬ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા સુધીની પગપાળા યાત્રા કરી હતી.  તેમણે જણાવ્યું કે, પહેલગામ બેઝ કેમ્પથી આવેલા ૧૪૧૭૪ શ્રદ્ધાળુઓએ પોતાની યાત્રાનો એક તબક્કો પુર્ણ કરી બાબા બર્ફાનીનાં દર્શન પુર્ણ કર્યા છે. તેમાં ૩૩૯ શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા બાબા અમરનાથની ગુફા સુધી પહોંચ્યા હતા. જ્યારે પગપાળા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા આશરે ૧૪૧૭૪ હતી.

Previous articleવર્લ્ડ કપ : પાકિસ્તાનની ટીમ સ્પર્ધાથી હવે આઉટ થઇ ગઇ
Next articleદુબઇ એરપોર્ટ પરથી ભારતીય કરન્સીમાં જ ખરીદી થઇ શકશે