શેરબજારમાં આજે બજેટના એક દિવસ પહેલા નજીવો ઉછાળો રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૬૯ પોઇન્ટ ઉછળીને ૩૯૯૦૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલ, તાતા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, અન્ય શેરોમાં જોરદાર તેજી જામી હતી જ્યારે બ્રોડર નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૧૯૪૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૦.૧૯ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૧૮ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપમાં ૦.૧૨ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૩૨૯ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો તેમાં ૧.૩૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રિયાલીટીના કાઉન્ટરોમાં પણ તેજી રહી હતી. મેટલ અને ફાર્માના શેરમાં ઘટાડો રહ્યો હતો. તેના ઇન્ડેક્સમાં ક્રમશઃ ૧.૧૧ ટકા અને ૦.૬૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ડિયા માર્ટના શેરમાં જોરદાર એન્ટ્રી થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૯૭૩ રૂપિયાની ઇશ્યુ પ્રાઇઝ સામે તેના શેરમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે વિદેશી મૂડીરોકાણકારોએ જૂન મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ૧૦૩૮૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સતત પાંચમાં મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો ખરીદદાર તરીકે રહ્યા છે. આર્થિક સુધારાઓની પ્રક્રિયા જારી રહેશે તેવી અપેક્ષા વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જૂન મહિનામાં જંગી નાણાં ઠાલવી દીધા છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૨૨૭૨.૭૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૮૧૧૧.૮૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ મૂડીરોકાણનો આંકડો ૧૦૩૮૪.૫૪ કરોડ સુધી પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૯માં હજુ સુધી એફપીઆઈ દ્વારા ૮૭૩૧૨.૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં ગઇકાલે ભારે ઉથલપાથલ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૦ પોઇન્ટ ઉછળીને ૩૯૮૧૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૪૫ પોઇન્ટ ઉછળીને ૧૧૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે રેંજ આધારિત કારોબાર જોવા મળ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૨૩ પોઇન્ટ ઉછળીને ૩૯૮૩૯ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં છ પોઇન્ટનો નજીવો સુધારો થતાં તેની સપાટી ૧૧૯૧૭ રહી હતી. તેમાં છ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.