વિશ્વમાં વધતા જતા પ્રદુષણને નાથવા અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવીને સામાજિક જવાબદારીનું પ્રેરણાત્મક કાર્ય કરવામાં આવી રહ્યુ ંછે. સૌરાષ્ટ્ર કચ્છના દુધ ઉત્પાદકોની પોતાની કંપની માહિ મિલ્કત પ્રોડ્યુસર કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કંપનીના ખંઢેરી ખાતે આવેલ કેટલફીટ પ્લાન્ટની વિશાળ ખુલ્લી જગ્યા પર અનેક વૃક્ષોનું વાવેતર કરી પ્રથમ વરસાદના વધામણાં પણ કરવામાં આાવ્યા હતા.
ગત મહિને સમગ્ર દેશની સાથે સાથે રાજ્યમાં પણ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં એક તરફ જંગલો ઘટતા જાય છે. અને બીજી તરફ ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. સરકાર દ્વારા પણ લોકો વધુને વધુ વૃક્ષો વાવે અને તેનો ઉછેર કરે તે માટે બહોળો પ્રચાર પ્રસાર કરી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે સામાજિક જવાબદારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છના દુધ ઉત્પાદકોની પોતાની કંપની માહિ મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા કંપનીના ખંઢેરી ખાતે આવેલ કેટલફીડ પ્લાન્ટની વિશાળ ખુલ્લી જગ્યા પર લીંમડા, કરંજ, ગુલમહોર, બોરસલી, ઉમરો, ગરમાળો, આસોપાલવ વગેરે વૃક્ષોનું વાવેતર કરી પ્રથમ વરસાદના વધામણાં કરવામાં આવ્યા હતા. કંપનીના કેટલફીટ કમ્પાઉન્ડમાં ફરતા વિસ્તારમાં આ વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેનો ઉછેર કરી સમગ્ર વિસ્તારને લીલોછમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. માહિ કેટલફીડ પ્લાન્ટ ખાતે તા.૧ જુલાઇના રોજ સવારે યોજાયેલા આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં પડધરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માહિ કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ યોગેશ પટેલના તથા ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટીવ ડા.સંજય ગોવાણીના માર્ગદર્શન અને સૂચના હેઠળ કંપનીના અધિકારીઓ ડા.સંજય પટેલ, ડા.વિનોદ જાની સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી વૃક્ષોનું વાવેતર કરી સમગ્ર વિસ્તારને લીલોછમ કરવા પ્રતિજ્ઞા લીધી હતી.