વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નિકળી લોકોને દર્શન કરવા સામેથી આવતા હોય ત્યારે દેશભરમાં આ દિવસે જગન્નાથજી રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે જગન્નાથ પુરીના દરિયા કિનારે કલકત્તાના પ્રસિધ્ધ રેત ચિત્રકાર સુદર્શન પટનાયક દ્વારા ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીના રેતી ચિત્રો બનાવ્યા હતાં. જેને હજારો લોકોએ નિહાળી દર્શન કર્યા હતાં.