સરસપુર ખાતેના મોસાળમાં આજે ભજનમંડળીઓ અને મહિલાઓ-બહેનોએ મંજિરા-કરતાલના સહારે જોરદાર ભજન-કિર્તન કરી ભગવાન જગન્નાથજીના ભકિતરસમાં તરબોળ બની મામેરાના પ્રસંગમાં જમાવટ કરી હતી. વહેલી સવારથી જ મહિલાઓએ સુંદર અને લોકપ્રિય ભજનો અને ધૂનની જમાવટ કરી હતી. કેટલીક ઉત્સાહી અને ભકિતમાં ગળાડૂબ બનેલી મહિલાઓ તો રીતસરની ઝુમી-નાચીને પ્રભુના કિર્તન કરતાં નજરે પડતી હતી. શ્રદ્ધાળુ મહિલાઓ ભકિતરસમાં તરબોળ બની ત્યારે મોસાળમાં ભકિતસભર માહોલ છવાઇ ગયો હતો.