બોટાદ જીલ્લાના રાણપુર અને આસપાસના ગામડાઓમાં ભારે પવનફુકાવાની સાથે વરસાદ થયો હતો.જેમાં વીજળી વિતરણ કરતી પીજીવીસીએલના વીજપોલ પડી ગયા હતા. ધારપીપળા, કેરીયા, ચાચરીયા, બુબાવાવ, ગઢીયા, અલમપુર, દેવગાણા ના ૩૧ એચ.ટી વીજપોલ તથા બરાનીયા અને ચંદરવાના ૧૦ એલ.ટી.વીજપોલ અને વેજલકા એ.જી.માં ટી.સી-૧ તથા કેરીયા એ.જી.માં ટી.સી-૧ ધરાશયી થતા પી.જી.વી.સી.એલ.ને કુલ મળીને ૪૧ કરતા વધુ વીજપોલ ધરાશાયી થતા અંદાજે ૫ લાખનું નુકશાન થયેલ છે.ખેતીવાડી ના ૩૧ તથા ઘરવપરાશના ૧૦ વીજપોલ ધરાશાયી થતા વીજળી ગુલ થઈ જતા રાણપુર જુનીયર એન્જીનીયર એસ.બી.ઠુસાએ મોડી રાત સુધી વિવિધ વિસ્તારોના ગામડાઓમાં જાતે હાજર રહી વીજપુરવઠો ચાલુ કરાવ્યો હતો.