વલ્લભીપુરના સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય હાથ ધરેલ છે. જેમાં આ ટ્રસ્ટ દ્વારા ‘ગ્રીન વલભી’ અભિયાન હેઠળ હજારો વૃક્ષો વાવી જતન કરવાની પ્રતિજ્ઞા લીધેલ હોય ત્યારે આજરોજ સ્વામી વિવેકાનંદની પૂર્ણાતિથી નિમિત્તે ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમો રાખી સરકારી કચેરી ખાતે સારા એવા વૃક્ષો વાવેલ હતા. અને તેના માટે ખાસ પ્રકારના પિંજરા પણ બનાવેલ હોય છે. વલ્લભીપુર પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ કચેરી, તાલુકા પંચાયત, નગરપાલિકા વગેરે સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમો કરેલ હતા. જેમાં આ ટ્રસ્ટના પ્રમુખ સહિતના સભ્યો અને વિરાંગસિંહ સોલંકી (બાલીરાજા) ખૂબ મહેનત કરી આ ખૂબ જ સરસ ‘ગ્રીન વલભી’ અભિયાન ચલાવી રહ્યા છે.