ઘોઘા ગામે વર્ષો જૂની પરંપરા અનુસાર આ વર્ષે પણ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા અષાઢી બીજ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ઘોઘા ગામે આજથી વર્ષો પૂર્વે ભયંકર દુષ્કાળ પડ્યો એવા સમયે ગામના પાદર માં આવેલ સોનારીયા તળાવના કાંઠે બિરાજમાન મહાકાળી માતા થતા પાગળશા પીર ની જગ્યામાં ગ્રામજનો દ્વારા માનતા રાખવામાં આવી જેને લઇને ભરપૂર વૃષ્ટિ થતા આ માનતા ફળી હોય જેને લઈને દર વર્ષે અષાઢી બીજ ના રોજ ઘોઘા ના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા અત્રે વાજતે ગાજતે ધૂન લઇ જવામાં આવે છે અને પહેલા પાગળશા પીર ની દરગાહ એ મલિદા નો પ્રસાદ ચડાવે છે અને ત્યાર બાદ મહાકાળી માતાજી ના મંદિર એ લાપસી નો પ્રસાદ ચડાવવામાં આવે છે,ત્યાર બાદ લોકો દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી સારા સૌભાગ્યની કામના કરે છે.