સિહોરમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળી

674

પરંપરાગત રીતે સવારના સાડા નવ કલાકે પ્રસ્થાન કરી હતી આ રથયાત્રા ઠાકર દ્વારા મંદિર ખાતેથી ભગવાનની આરતી બાદ શિહોર નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી તથા શિહોર મતવિસ્તારના ધારાસભ્ય ના પુત્ર અને કોળી સમાજના આગેવાન એવા દિવ્યેશભાઈ સોલંકી દ્વારા પહિંદ વિધિ કરી રથ ખેંચી અને પ્રસ્થાન કરાયું હતું ત્યારે આ સમયે રથયાત્રા સમિતિના આયોજકો હોદ્દેદારો,રાજકીય આગેવાનો, મિડિયા મિત્રો, નગરજનો ખુબ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાયા હતા આ રથયાત્રા  ખારાકુવા ચોક ખાતે રાસ મંડળીઓ ના રાસ ની રમઝટ માં લોકો નાચી ઉઠ્યા હતા તેમજ ત્યાંથી નિયત રૂટ પર ચાલી ભગવાનનો રથ આગળ વધતો હોય ત્યારે તેવુ લાગતું હતું કે ભગવાન શ્રીજગન્નાથજી બહેન સુભદ્રા તથા ભાઇ શ્રી બલરામ સાથે નગરજનોને દર્શન આપવા નીકળ્યા હોય તેઓ વાતાવરણ ઊભું થયું હતું આ રથયાત્રા ઠેરઠેર લોકો દ્વારા વિવિધ સંસ્થાઓ, ગ્રુપ  દ્વારા ઠંડા પાણી શરબત પ્રસાદી છાશ વગેરે થી સ્વાગત કરી કર્યું હતું. સુરકા ના દરવાજા પાસે સંવેદનશીલ વિસ્તાર ગણાય છતાં ત્યાં પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિથી પસાર થઈ હતી અને કોમી એકતાનું પણ વાતાવરણ ઊભું થયું હતું આ રથયાત્રા ભાવનગર રાજકોટ હાઈવે પર પહોંચતા ટાણા ચોકડી, હાઈસ્કૂલ સ્ટાફ તેમજ વિવિધ જગ્યાએ સ્વાગત કરવામાં આવેલ ૦૧ઃ૦૦ નિયત સમયે પાબુજી મહારાજના મંદિર ખાતે ભગવાનશ્રી ની યાત્રાને  ને વિરામ અપાયો હતો ત્યાં ભક્તજનો માટે સુંદર ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. સાથે સાથે બીજી વેલનાથબાપા ની પણ શોભાયાત્રા નીકળી હતી તે પણ શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી. નિયત સમયે રથયાત્રા બાદ આગળના રૂટ માટે પ્રયાણ થઈ હતી.

ત્યારે સ્ટેશનરોડ,શાંત હનુમાન મંદિર થઈ આ યાત્રા ખાડીયા ચોક,ગાયત્રીનગર થઈ  હાઈવે ઉપર આવી હતી આ દરમ્યાન ઘડી પર પોલીસનો અસંતોષ જોવા મળ્યો હતો પરંતુ પોલીસ દ્વારા આ રથયાત્રા નિર્વિઘ્ને નિજમંદિર સુધી પહોંચે તેવા પ્રયાસો હોય આયોજકો સાથે અગાઉ વાત કર્યા મુજબ કે હાઇવે ઉપર રથયાત્રા રોકાશે નહીં તેમજ ટ્રાફિક અને એમ્બ્યુલન્સ જેવા વાહનો અટવાતા હોય માટે રથયાત્રા ક્યાંય વડલા ચોક સુધી રોકવામાં આવેલ નહીં જોકે આ બાબતે ભક્તોમાં અસંતોષ ઉભો થયેલ હતો પરંતુ પોલીસની સરાહનીય કામગીરી રહી હતી બાદ  સાંજે ૫ઃ૦૦ કલાકે સિંધી કેમ્પ ખાતે પહોંચી હતી જ્યા સિંધી સમાજ દ્વારા આ રથયાત્રામાં ભગવાન સહિત ઉપસ્થિત દરેક નગરજનો ને ઠંડા પાણી, શરબત, પ્રસાદ વિતરણ કરી તમામ નું સ્વાગત કર્યું હતું અને બાદ સિહોર મેઇન બજારમાં રથયાત્રા નીજ મંદિરે જવા રવાના થઈ હતી. આ રથયાત્રા નિયત સમયે ઠાકર દ્વારા મંદિર ખાતે નિજ મંદિરે પહોંચી હતી અને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ થઇ હતી.

Previous articleઘોઘા ગામે બીજ ઉત્સવની ઉજવણી
Next articleશાહિદ- કિયારાની જોડીથી ચાહક ખુબ પ્રભાવિત થયા