ભારતની મહિલા ટી-૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કિઆ સુપર લીગમાં લેંકેશર થન્ડર્સની ટીમ વતી રમવાના સતત બીજી ક્રિકેટ મોસમના તે ક્લબ જોડે કરાર કર્યા હતા.
હરમનપ્રીત ક્લબની પહેલી વિદેશી ખેલાડી તરીકે રમશે અને ૨૦૧૯ની સ્પર્ધાની શરૂઆત પહેલા અન્ય બે ખેલાડીના નામ જાહેર કરાનાર છે.હરમનપ્રીતે ગઈ મોસમમાં પહેલી વાર રમતા અણનમ ૩૪ રન કરી બધા પર સારો પ્રભાવ પાડ્યો હતો અને તેણે ઓવલ ખાતે સરે સ્ટાર્સ સામેની મેચમાં વિજયી છગ્ગો પણ ફટકાર્યો હતો. સરેની ટીમે છેવટે સ્પર્ધા જીતી હતી.૩૦ વર્ષની હરમનપ્રીતે સ્પર્ધામાં દાવ દીઠ ૩૨ રનની સરેરાશ સાથે કુલ ૧૬૪ રન કર્યા હતા અને લેંકેશરની ટીમ વતી તેણે સૌથી ઊંચી સ્ટ્રાઈક-રેટ (૧૫૧.૮૫) પ્રાપ્ત કરી હતી.