ભારતના કે. એલ. રાહુલનું કહેવું છે કે તેના સાથી ઓપનર રોહિત શર્મા બિલકુલ જુદા પ્રકારનો ખેલાડી છે અને તેની બરોબરી કરવી અશક્ય છે.
અંગૂઠામાં થેલા ફ્રેક્ચરના કારણે ટીમ બહાર થવાથી બૅટિંગ ક્રમમાં બઢતી મેળવેલ રાહુલે બંગલાદેશ સામેની મેચમાં ભારતની ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્મા જોડે પહેલી વિકેટે ૧૮૦ રનની ભાગીદારી કરી હતી.
રોહિતે કોઈ એક વેળાની વર્લ્ડ કપ સ્પર્ધામાં ચાર સદી ફટકારવાનો વિક્રમ કર્યો છે અને શ્રીલંકાના કુમાર સંગકારા પછી આવી સિદ્ધિ મેળવનાર તે ફક્ત બીજો ખેલાડી બન્યો હતો.
“તમે રોહિતની જેમ બૅટિંગ કરવા જશો તો મૂર્ખ ગણાશો, રોહિત બિલકુલ અલગ પ્રકારનો ખેલાડી છે જેની આ દુનિયામાં કોઈ જોડ નથી, એમ રાહુલે પત્રકારો જોડેની વાતચીતમાં કહ્યું હતું.