ભારતીય રનર હિમા દાસે ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા

541

પોલેન્ડમાં ચાલી રહેલા પોઝનાન એથ્લેટિક્સ ગ્રાં પ્રીમાં ભારતની રનર હિમા દાસે મહિલાઓની ૨૦૦ મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે ગોળાફેંકમાં ભારતના તાજિન્દર પાલ સિંઘે કાંસ્ય પદક મેળવ્યો હતો.

હિમા વિશ્વ જુનિયર ચેમ્પિય બની ચૂકી છે અને ૪૦૦ મીટરની દોડસ્પર્ધામાં રાષ્ટ્રીય વિજેતા બની ચૂકી છે. પોલેન્ડમાં હિમાએ માત્ર ૨૩.૬૫ સેકંડમાં ૨૦૦ મીટરની દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. છેલ્લા થોડા માસથી હિમાને ખૂબ બેક પેઇન રહ્યું હતું. પોલેન્ડની સ્પર્ધા એના બેક પેઇન પછીની પહેલી સ્પર્ધા હતી જેમાં એણે સુવર્ણ પદક મેળવીને દેશનું નામ રોશન કર્યું હતું.

જોકે, એનું બેસ્ટ પર્ફોર્મન્સ ૨૩.૧૦ સેકંડનું છે જે ગયા વર્ષે એણે હાંસલ કર્યું હતું. પુરૂષોની ૪૦૦ મીટરની દોડમાં કે એસ જીવને ૪૭.૨૫ સેકંડમાં દોડીને કાંસ્ય પદક મેળવ્યો હતો.

હિમા દાસની આ સિદ્ધિ પર આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યની આ યુવા ખેલાડીને શુભેચ્છા પાઠવી છે. સોનોવાલે ટ્‌વીટ કરી લખ્યું કે,‘પોન્જાન એથ્લેટિક્સ ગ્રાંપ્રી-૨૦૧૯ની ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતનારી આસામની શાનદાર સ્પ્રિંટ રનર હિમા દાસને શુભેચ્છા. ભવિષ્ય માટે તમને ઘણી બધી શુભકામનાઓ.’ હિમાએ પણ સીએમના આ ટવીટ પર આભાર માન્યો છે. આપને જણાવી દઈએ કે હિમા દાસનો ઇંડિવિઝુઅલ બેસ્ટ પર્ફોર્મેન્સ ૨૩.૧૦ સેકેન્ડ છે. જે ગત વર્ષે હિમાએ પ્રાપ્ત કર્યો હતો.ે

 

Previous articleઆફ્રિકાના સ્ટાર સ્પિનર ઇમરાન તાહિરે નિવૃત્તિની જાહેરાત કરી
Next articleઉચ્ચ શિક્ષણ પર બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું