બજેટને લઇ ઉદ્યોગપતિઓનો મિશ્ર પ્રતિસાદઃ અપેક્ષા પ્રમાણેનું બજેટ નથી

371

લોકસભામાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે બજેટને ૧૦માંથી ૭.૫ ટકા આપ્યા છે. એફ.જી.આઇ.ના પ્રમુખ મનોહર ચાવલાએ જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જે અપેક્ષા પ્રમાણેનું નથી. પરંતુ આ બજેટ તમામ સ્તરે જોતા બેલેન્સ છે.

એફ.જી.આઇ.ના પ્રમુખ મનોહર ચાવલાએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણના બજેટને આવકારતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય, ગરીબ અને ખેડૂતવર્ગને ધ્યાનમાં રાખીને બેલેન્સ બજેટ આપવામાં આવ્યું છે. પરંતુ લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની જે અપેક્ષા હતી. જો લઘુ અને મધ્યમ વર્ગની માંગ પૂરી કરવામાં આવી હોત તો રોજગરીની તકો વધુ ઉભી થઇ શકાઇ હોત. ઉદ્યોગપતિ પરેશ સરૈયાએ જણાવ્યું કે, બજેટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે રાહત આપવામાં આવશે, તેમ લાગતુ હતું. પરંતુ આશા ઠગારી નિવડી છે. ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ મામલે બજેટમાં દર્શાવાયું છે. પરંતુ યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એફ.જી.આઇ.ના ઉપપ્રમુખ અભિષેક ગંગવાલે જણાવ્યું હતું કે, ૨૫૦ કરોડના ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્ષ અત્યારે ૨૫ ટકા છે. તેનાથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને ૩૦ ટકા ટેક્ષ ભરવાનો રહેતો હતો. હવે ૪૦૦ કરોડનું ટર્નઓવર સુધીની કંપનીઓનો ૨૫ ટકા સ્લેબમાં સમાવેશ કરવામાં આવતા કંપનીઓને ફાયદો થશે.

કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, બજેટ લોકોની અપેક્ષા મુજબનું નથી. ગરીબ અને મધ્યમવર્ગને દિવસે સપના બતાવનારું બજેટ છે. બજેટમાં માત્ર જુના વાયદાઓ અને જુની યોજનાઓને નવા રૂપ આપીને પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

Previous articleશેરબજાર : બજેટના દિવસે જ ૩૯૫ પોઇન્ટનો ઘટાડો
Next articleપ્રેમિકાએ મરવાનું કહેતા પ્રેમીએ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી