મળવા બોલાવીને લોકોને લૂંટતી યુવતી સહિત ૫ શખસો ઝડપાયા

585

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપ ગોઠવી લોકોને ફસાવી લૂંટ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે જેમાં પાલનપુર તાલુકા પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપ ગોઠવી લોકોને સાથે લૂંટની ઘટનાઓ બનતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જે વાત પોલીસના ધ્યાને આવતા પાલનપુર તાલુકા પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં કલ્પેશ નાનજીભાઈ, દિનેશ નાનજીભાઈ, નારર્ષ પરથીભાઈ અને સુરેશજી ઈશ્વરજી નામના યુવકો રોશની નામની યુવતી સાથે લોકોને ફોન પર વાત કરાવતા હતા. અને લોભામણી લાલચ આપી આ યુવતી લોકોને મળવા માટે બોલાવતી હતી.

બાદમાં જ્યારે કોઈ વ્યક્તિ આ યુવતીને મળવા આવે ત્યારે યુવતીના સાગરીતો બંનેના ફોટા પાડી તે વાયરલ કરવાની ધમકી આપી મળવા આવેલી વ્યક્તિ પાસેથી નાણાં પડાવતા હતા. જેથી પોલીસે ટ્રેપ ગોઠવી ભોગ બનનાર વ્યક્તિ પાસે નાણા લેવા આવનાર યુવતી સહિત પાંચ આરોપીઓને ઝડપી પડ્‌યા છે. જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન આ ટોળકીએ અત્યાર સુધી અનેક લોકોને આ રીતે ફોન પર બોલાવી તેમની સાથે લૂંટ આચરી હોવાની પણ કબુલાત કરી હતી. જેથી પોલીસે હાલમાં આ ગેંગ સામે ગુન્હો નોંધી વધુ કેટલા લોકો આ હનીટ્રેપમાં ફસાયા છે. અને કેટલા લોકો પાસેથી ધાક-ધમકી નાણાં પડાવ્યા છે તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleસુઈ રહેલા આધેડને દાંતીનો ઘા મારીને હત્યા કરાઈ
Next articleમિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં ૮૭ તળાવો ઊંડા કર્યાં