ડબલ ફી ચૂકવી હોય તેવા અરજદારોને ઇર્‌ં કચેરીથી રિફંડ મળશે

1052

અમદાવાદ આર.ટી.ઓ. કચેરીએ વાહન સંબંધિ અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઇન ફી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ છે. એકથી વધુ વખત ફી ભરાઇ હોય તેવા ઉમેદવારો એ ડી. ફોર્મ ભરી જરૂરી પુરાવા રજુ કરી રિફન્ડ મેળવવાનું રહેશે. અમદાવાદ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના જણાવ્યા પ્રમાણે રિફન્ડ અરજી આર.ટી.ઓ. કચેરીની શાસન-૨ શાખામાં તારીખ ૨૦-૭-૨૦૧૯ સુધીમાં કરી શકાશે.

અમદાવાદમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમની ઐસીતૈસી કરનાર સામે આરટીઓ આકરાપાણીએ છે આરટીઓ અને ટ્રાફિકના નિયમ ભંગ કરનાર ત્રીસરી આંખમાં ઝડપાઈ જાય છે. ઈ મેમો આપવામાં આવે છે. જો કે અત્યાર સુધીમાં લાખો વાહન ચાલકોને ઈ મેમો મળ્યો છે.

જેમાંથી કેટલાક વાહન ચાલકો ઈ મેમો પણ ભરતા નથી. ઈ મેમો ન ભરનારને પાંચ વખત રિમાઈન્ડ બાદ ઈ-મેમો ન ભરનારનું ટ્રાફિક પોલીસ દ્વારા લીસ્ટ તૈયાર કરીને આરટીઓને યોગ્ય કાર્યવાહી કરવા અપાઈ છે.

આ ઉપરાંત આરટીઓ દ્વારા વાહન ચાલકોને આરટીઓના કામ માટે કોઇ તકલિફ ન પડે તે માટે ધીમે ધીમે વ્યવસ્થાને ઓનલાઇન લાવવાનું શરૂ કરી દીધું છે. જેમ કેઓ લાઇસન્સ કાઢવા માટે હવે ઓનલાઇન પ્રક્રિયા કરી દેવામાં આવી છે. જેના કારણે અરજદારોને આરટી ઓના ધક્કાખાવા પડતા નથી.

Previous articleમિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં ૮૭ તળાવો ઊંડા કર્યાં
Next articleઅરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદઃખેડૂતોમાં ખુશી :શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યાં