નાણા મંત્રી નિર્મલા સિતારમણે પોતાના બજેટમાં મહિલાઓ માટે અલગથી જાહેરાત કરી હતી. તેમણે મહિલાઓના વિકાસ વિના દેશનો વિકાસ સંભવી શકે નહીં તેની વાત વહેતી મુકી હતી. આ સાથે જ નાણામંત્રીએ એલાન કર્યું હતું કે, જનધન ખાતાધારક મહિલાઓને ૫૦૦૦ રૂપિયા ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે.ગ્રામીણ ભારતના વિકાસ માટે મહિલાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ દરમિયાન તેમણે નારી તુ નારાયણી યોજનાની શરૂઆતની જાહેરાત કરતા કહ્યું કે કોઈ પણ પક્ષી એક પંખથી ઉડી શકે નહીં. બજેટ દરમિયાન મહિલાઓને મુદ્રા યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરાઈ.