નાગેશ્રી ખાતે કોળી સમાજનાં ચોથા સમુહ લગ્નોત્સવ યોજાયા

1129
guj10-2-2018-5.jpg

નાગેશ્રી ખાતે નેસડી પાટી કોળી સમાજ આયોજીત ચોથો સમુહલગ્નોત્સવ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ સહિત દાતાઓ દ્વારા ૨૧ દિકરીઓને કન્યાદાન અપાયા નાગેશ્રી (તાલુકો જાફરાબાદ)ખાતે દર વર્ષની જેને કોળી સમાજ સમુહલગ્ન સજાતિ નેસડી પાટી આયોજીત કુલ ૨૧ દિકરીઓના માતા પીતા દાતાઓ બની કરીયાવર સહિત માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની વિશેષ ઉપસ્થિતી અને ખુદ દાતા બની રૂા.૧૦ હજાર ૨૧૧૧ રૂા.રોકડમાં આપી દિકરીઓની દાનની સરવાણી વહેતી મુકાઈ જેમાં કોળી જ્ઞાતિ પટેલ મોહનભાઈ નારણભાઈ પરમાર, ભગાભાઈ ભાલીયા, ભરતભાઈ શિયાળ, રણછોડભાઈ વાઘેલા, ભીમભાઈ રાઠોડ, રણછોડભાઈ રાઠોડ, મનુભાઈ રામભાઈ પરમાર, માધાભાઈ બાંભણીયા સહિત બહોળી સંખ્યામાં કોળી જ્ઞાતિ આગેવાનોની ઉપસ્થિતી સાથે ગામ આગેવાનો મહેશભાઈ વરૂ ભૂપતભાઈ જોશી સહિતની ઉપસ્થિતી રહેલ.

Previous article બરવાળાના રોજીદ પ્રા. શાળામાં આરોગ્ય તેમજ ટોબેકો કન્ટ્રોલ કાર્યક્રમ યોજાયો
Next article રાજુલા અને ટીંબી માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાયો : કોંગ્રેસનો સફાયો