મોદી સરકારે અંગ્રેજોની પરંપરા તોડી, નાણાં મંત્રીની લેધર બેગની જગ્યા લેજરે લીધી

482

પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરતાં પહેલાં જ્યારે નાણાંમંત્રી નિર્મલા મંત્રાલયમાંથી બહાર નીકળ્યા તો તેમના હાથમાં નાણાં મંત્રીઓના હાથમાં દર વખતે જોવા મળતી લાલરંગની બ્રીફકેસ નહોતી. નિર્મલાના હાથમાં બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના અશોક સ્તંભના ચિહ્નવાળું એક પેકેટ હતું. એવું પહેલી વખત બન્યું કે જ્યારે બ્રીફકેસની જગ્યાએ બજેટને એક લાલ કપડામાં રાખ્યું છે.નિર્મલા સીતારમણ બજેટને લાલ રંગના કપડામાં લપેટીને કેમ લઇને આવ્યા તેનું કારણ મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે જણાવ્યું. તેમણે કહ્યું કે આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમી વિચારોની ગુલામીમાંથી નીકળવાનું પ્રતીક છે. આ બજેટ નહીં ખાતાવહી છે.

Previous article‘આધાર કાર્ડ’ બાદ ‘નેશનલ ટ્રાંસપોર્ટ કાર્ડ’નું એલાન
Next articleનવા ઘરની ખરીદી પર રૂપિયા ૩.૫ લાખ સબસિડી મળશે