નવા ઘરની ખરીદી પર રૂપિયા ૩.૫ લાખ સબસિડી મળશે

412

મોદી સરકાર ૨.૦નું પ્રથમ નાણાકીય બજેટ પ્રસ્તુત કરતા નાણા મંત્રી નિર્મલા સતારમણે જાહેરાત કરી હતી કે હવે નવા મકાનની ખરીદી પર ૩.૫ લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે જો તમે રૂપિયા ૪૫ લાખ સુધીનું મકાન ખરીદી રહ્યાં છો તો સરકાર તમને ૩.૫ લાખ રૂપિયાની સબસિડી આપશે.અગાઉ નવા મકાનની ખરીદી પર મોદી સરકાર ૨ લાખ રૂપિયા સુધીની સબસિડી આપતી હતી હવે આ યોજનામાં દોઢ લાખનો વધારો કરવામાં આવ્યો છે. હવે ૩.૫ લાખ રૂપિયા સુધીની છુટ મળી શકશે. સરકારની આ યોજના આગામી ૩ વર્ષ સુધી લાગુ પડેશે. સરકાર વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબને ઘર ઉપલબ્ધ કરાવશે. વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ગરીબને ઘર, વીજળી પાણી અને ગેસ આપવામાં આવશે. ટૂંક સમયમાં ૧.૯૪ કરોડ ઘર બનાવશે અને તે પણ ફક્ત ૧૧૪ દિવસમાં બનાવીને આપવામાં આવશે.

Previous articleમોદી સરકારે અંગ્રેજોની પરંપરા તોડી, નાણાં મંત્રીની લેધર બેગની જગ્યા લેજરે લીધી
Next articleકેન્દ્રીય બજેટ : અમીરોને બોજ, મધ્યમ વર્ગને ડિંગો