રાજુલા શહેરમાં ૧૧મીએ પર્જન્ય યજ્ઞનું આયોજન

400

રાજુલા શહેરમાં વર્ષોથી ચાલતી પરંપરા મજુબ પર્જન્ય યજ્ઞ યોજાશે આ માટે હાલ મહાજન મંડળ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં આવેલા કુંભનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે મહાજન મંડળ દ્વારા પર્જન્ય યજ્ઞ થાય છે. બાદમાં વરસાદ થાય છે. તેવી ધાર્મિક માન્યતા છે. આગામી તા.૧૧ના રોજ ગુરૂવારે આ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ગામ સદંતર બંધ રહેશે. હાલમાં રાજુલા તાલુકામાં વરસાદ થઇ ચૂક્યો છે. રાજુલા શહેરમાં વરસાદ થયો નથી. ત્યારે આ પર્જન્ય યજ્ઞમાં જોડાવવા મહાજન મંડળે અનુરોધ કર્યો છે

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાના ધારેશ્વર ડેમની કેનાલ તૂટી : તાત્કાલીક રીપેર કરાવવા માંગ