રાજુલાના ધારેશ્વર ડેમની કેનાલ તૂટી : તાત્કાલીક રીપેર કરાવવા માંગ

421

રાજુલા શહેરમાં દિન પ્રતિદિન વિજધાંધિયાને પગલે પોષ્ટકાર્ડ ઝુંબેશ તેમજ રજૂઆતોનો દોર ચાલ્યો હતો. જેના પગલે આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો.

આ બાબતે ધારાસભ્ય અમરીશ ડેરે વિધાનસભામાં રજુઆત કરતા જણાવ્યું હતું કે અહિં વિજધાધિયા યથાવત છે. ફિડરો વધારી સ્ટાફની નિમણુંક કરી આ પ્રશ્ન ઉકેલવા વિધાનસભા સત્રના રજુઆત થઇ હતી પરિણામે પીજીવીસીએલના એમડી સહિતના રાજુલા દોડી આવ્યા હતા. અને પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપી હતી.

તો બીજી તરફ રાજુલા ધારેશ્વર ડેમમાંથી તાજેતરમાં કરોડો ના ખર્ચે કેનાલ બની છે તે તૂટી જતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. ૨૦ ગામને આશીર્વાદરૂપ કેનાલ તૂટી જતા આ બાબતે ધારાસભ્ય મૌન સેવી રહ્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખ માસુમબેન બારૈયા, જીલુભાઇ બારૈયા સહિતના આગેવાનોએ અને ગ્રામજનોએ આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવવા માંગણી કરેી છે. ધારેશ્વરની કરોડો રૂપિયાની કેનાલના રૂપિયા ગયા પણ આ બાબતે ૨૦ ગામના ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. કેનાળનું રિપેરીંગ કામ તાત્કાલિક કરાવવા માંગ ઉઠવા પામી છે.

Previous articleરાજુલા શહેરમાં ૧૧મીએ પર્જન્ય યજ્ઞનું આયોજન
Next articleજંગલ ખાતા દ્વારા વૃક્ષો પ્રોટેક્શન સાધનો અપાય તો ૫૦૦૦ વૃક્ષો ઉજેરવા કોલ