જંગલ ખાતા દ્વારા વૃક્ષો પ્રોટેક્શન સાધનો અપાય તો ૫૦૦૦ વૃક્ષો ઉજેરવા કોલ 

545

બાબરા સહિત અમરેલી જીલ્લા માં મેઘકૃપા થવાથી ગામો ગામ યુવાનો દ્વારા વ્રુક્ષા રોપણ સહિત ના સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં લાઠી ના ભવાની જેમ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ,કરીયાણા ગ્રામ્ય વિસ્તાર અને વિઠલપુર ની સ્મશાન ભૂમિ માં યુવાનો દ્વારા વ્રુક્ષારોપણ કરવા માં આવ્યું છે લાઠી ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ માં પોલીસ ઇન્સ મોરી સહિત એલ સી સી ગ્રુપ ના મિત્રો દ્વારા ૧૨૫ થી વધારે વ્રુક્ષો નું વાવેતર કર્યું જયારે બાબરા તાલુકા ના કરીયાણા ગામે જાણીતા ધારાશાસ્ત્રી અશોકભાઈ ખાચર સહિત અમરશીભાઇ વાઘેલા ની યુવા ટીમે ૩૫૦ જેટલા વ્રુક્ષો નું ગ્રામ્ય રોડ રસ્તા તેમજ ઘેર ઘેર વ્રુક્ષો નું વાવેતર કરવા માં આવ્યું છે

અમરેલી તાલુકા ના વિઠલપુર ગામે તથાગત ચેરીટેબલ ના ઉપક્રમે સંસ્થા ના મોવડી જે.બી.મકવાણા મગનભાઈ ભાસ્કર વિગેરે દ્વારા ૪૦૦ જેટલા વ્રુક્ષો ની વિઠલપુર સ્મશાન ભૂમિ માં વાવેતર કરી અને તમામ વ્રુક્ષો ઉજેરવા ની જવાબદારી એક બીજા એ ઉપાડી લીધી છે

યુવાનો ના જણાવ્યા મુજબ દર વર્ષે અનેક વ્રુક્ષો નું વાવેતર કરવા માં આવે છે પરંતુ વ્રુક્ષો ના પ્રોટેક્સન માટે ના સાધનો ના ખર્ચ ને પહોચી વળવું મુશ્કેલ હોવાથી મોટાભાગ ના વ્રુક્ષો પ્રોટેક્શન નહી હોવાથી રખડતા પશુ ખાઈ જવાથી નાશ પામે છે જંગલખાતા સહિત વ્રુક્ષપ્રેમી દિલેરદાતા  દ્વારા વ્રુક્ષો ઉજેરવા માટે જરૂરી પિંજારા યથા યોગ્ય રીતે આપવા માં આવે તો ૫૦૦૦ જેટલા વ્રુક્ષો નું વાવેતર કરી તમામ વ્રુક્ષો નો વ્યક્તિગત ઉજેર કરવા માટે યુવા ટીમે કોલ આપ્યો હતો

Previous articleરાજુલાના ધારેશ્વર ડેમની કેનાલ તૂટી : તાત્કાલીક રીપેર કરાવવા માંગ
Next articleબોટાદ જિલ્લાના શિક્ષકોનો આપત્તિ વ્યવસ્થાપન તળે યોજાયેલો વર્કશોપ