તળાજા ના સખવદર ગામે માંડણભાઈ અજાભાઈ જાદવ. ઘેટા બકરા ચરાવવા નુ કામ કરી ગુજરાન ચલાવે છે આજે ઓશિંતા દિપડાએ હુમલો કર્યો હતો અને પંદર થી વધુ ઘેટા બકરા ના મોત નિપજ્યા હતા. ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ અંગે તળાજા ના ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશભાઈ વાઘેલા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું અને સમર્થન આપતા કહ્યું હતું કે દિપડા એજ ઘેટા બકરા નુ મારણ કર્યું છે અને તેઓ આર એફ ઓ મુકેશભાઈ વાઘેલા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે અને ઘેટા બકરા ના માલિક ની અરજી લઈ મળવા પાત્ર રકમ મળી જાઈ તે માટે રજૂઆત કરી હતી અને માલધારી ને આશ્ચાસન આપ્યું હતું અને દિપડો તાકીદે પાજરે પુરાઈ તે માટે પાજરા મુકવામાં તજવીજ હાથ ધરી છે તેમની ટીમ ના વાઘેલા ભાઈ પરવિણા બેન દસરથશિહ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.