શહેર ભાજપ દ્વારા આજે તમામ વોર્ડમાં સદસ્યતા અભિયાન લોન્ચીંગ કરાશે

959

આવતીકાલે તા.૬ જુલાઇ ભારતીય જનતા પાર્ટી (જનસંઘ)ના સ્થાપક પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિથી લઇ ૧૧ ઓગષ્ટ સુધી ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાષ્ટ્રમાં સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વૃદ્ધિ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં સમગ્ર રાષ્ટ્રમાંથી અનેક નવા સદસ્યો ભારતીય જનતા પાર્ટી પરિવારમાં જોડાશે. રાષ્ટ્રીય સ્તરેથી આ અભિયાન આવતીકાલે સવારે ૧૧ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાઇવ પ્રસારણ સાથે પ્રારંભ કરાવી કાર્યક્રમને લોન્ચીંગ કરશે. જ્યારે ભાવનગર ખાતે આ કાર્યક્રમને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને સંગઠન પ્રભારી મહેશભાઇ કસવાલા સવારે ૧૦-૩૦ કલાકે સરદારનગર સ્થીત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતેથી લોન્ચ કરશે. ભારતયી જનતા પાર્ટીના તમામ કેન્દ્રીય અને રાજ્ય સ્તરના તમામ આગેવાનો દેશના અલગ અલગ સ્થાનો પર એક સાથે એક જ સમયે આ કાર્યક્રમનું લોન્ચીંગ કરશે. જેમાં શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઇ રાવળ, રાજુભાઇ બાંભણીયા, મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે.મેયર અશોકભાઇ બારૈયા સહિતના જોડાશે.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવશે ત્યારબાદ સાંજે મહાનગરના તમામ ૧૩ વોર્ડમાં આ સદસ્યતા વૃદ્ધિ અભિયાનનું લોન્ચીંગ કરવામાં આવશે. જેમાં લોકો એક માસ સુધી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમ થકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકશે. તેઓએ જણાવ્યું હતું કે આ સદસ્યતા વૃદ્ધિ અભિયાનમાં ભાવેણાના તમામ લોકો જોડાઇ શકે છે. જેમાં ૮૯૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી તમારા મોબાઇલ પર એક મેસેજ મળશે. જેમાં આપેલ લીંક ખોલવાથી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા માટેનું ઇ ફોર્મ ખુલશે જેમાંની તમામ વિગતો ભરી સબમીટ કરવા સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે નોંધાઇ જશો. સ્માર્ટ ફોન સિવાયના લોકો ૮૯૮૦૭૮૯૮૦૭ નંબર ફોન કરી માંગેલી વિગતો ભરવાથી સભ્ય બની શકશે.  ૬ જુલાઇના રોજ સવારે ૧૦-૩૦ કલાકે યોજાનાર લોન્ચીંગ કાર્યક્રમમાં જોડાવવા ભારતીય જનતા પાર્ટીના વરીષ્ઠ આાગેવાનો, શહેર સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવક શિક્ષણસમિતિના સદસ્યો સેલ મોરચાના આગેવાનો, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ, બુથ પ્રમુખ મહામંત્રી સહિત તમામ કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકો અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ  મેળવવા ઇચ્છુક નાગરિકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

Previous articleવરસાદી પાણી ભરાતા નગરસેવિકાની તંત્ર સામે રજુઆત થતા ચેરમેને લત્તાની મુલાકાત લીધી
Next articleમજુર, મહિલા, મધ્યમવર્ગ, મહેનતું લોકોને સ્પર્શતું બજેટ – સનત મોદી