રાજ્યમાં ૧૨ માર્ચથી બૉર્ડની પરીક્ષાનો પ્રારંભ

781
guj10-2-2018-2.jpg

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તા. ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે પરીક્ષાની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના માનસને નકારાત્મક અસર કરી શકે તેવા આકરા નિયમો બોર્ડ જાહેર કરી દીધા છે. ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીને ક્યા પ્રકારની સજા થશે તે માટે ૩૩ પ્રકારની ગેરરીતિઓનું લિસ્ટ શાળાના નોટિસ બોર્ડ પર શિક્ષણ જગતના બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર લાગશે.
જેમાં કોઇ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઇ વિદ્યાર્થી સામે ઇશારો કરતાં ઝડપાશે તો તેની પરીક્ષા રદ કરવા સુધીના નિયમો સાથે બોર્ડ આંખ લાલ કરી છે.ગયા વર્ષ અનેક વિદ્યાર્થીઓ ઇલેકટ્રોનિક્સ લેટેસ્ટ ગેઝેટસ સાથે પકડાયા હતા. સ્માર્ટ ફોન ઇયર ફોન, કેલ્ક્યુલેટર વિથ કેમેરા મોબાઇલ વગેરે સાથે ગેરરીતિ કરતા પકડાયા હતા. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇને બોર્ડ મોબાઇલ કે કોઇ પણ ઇલેકટ્રોનિક્સ ચીજ સાથે પકડાયેલા વિદ્યાર્થી માટે કડક નિયમ જાહેર કર્યા છે તે મુજબ આવા વિદ્યાર્થીની તે સમયની સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવશે, એટલું જ નહીં ત્યાર પછીનાં બે વર્ષ માટે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.
આ વર્ષે ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા શાળાના આચાર્યો પાસેથી પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તે પ્રકારની બાંયધરી માગવામાં આવી છે. પરિણામ રદ કરીને તેને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની જવાબવહી સાથે ચલણી નોટો જોડતા હોવાના દાખલા અવારનવાર બને છે. હવે બોર્ડ આ બાબતે લાલ આંખ કરતા જે વિદ્યાર્થીઓ આન્સરશીટમાં વિનંતી કરીને ચલણી નોટો જોડી હશે તો તે વિદ્યાર્થીની તે વર્ષની સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત તેને વધુ એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
 

Previous article ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું : વિજય રૂપાણી
Next articleસિવિલ ઈન્ડોર બિલ્ડિંગમાં ઉંદરોના ત્રાસથી દર્દી ત્રસ્ત