બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી જાન્હવી હાલમા કેટલાક પ્રોજેક્ટને લઇને લઇને વ્યસ્ત બનેલી છે. બીજી બાજુ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. બોલિવુડના તમામ ચાહકો માની રહ્યા છે કે બંને વચ્ચે ભવિષ્યમાં જોરદાર સ્પર્ધા થનાર છે. જો કે જાન્હવીએ આસંબંધમાં સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા રહેશે નહી. સારા અલી ખાન ખુબ ઓછી ફિલ્મમાં હજુ દેખાઇ છે. જાન્હવી પણ ગણતરીની ફિલ્મમાં દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં બંને સ્ટાર કિડ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની શક્યતા છે. જો કે જાન્હવી આ પ્રકારની વાતમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે સારા સાથે કોઇ ટક્કર નથી. જાન્હવીએ કહ્યુ છે કે તે બીજી કોઇ ફિલ્મ હાલમાં સાઇન કરી રહી નથી. તે પોતે આ સંબંધમાં અનેક ગોસિપ સાંભળી રહી છે. જો કે તેની પાસે હાલમાં કોઇ પણ સાઉથની અથવા તો અન્ય ફિલ્મ નથી. તેનુ કહેવુ છે કે તે એક ચાહકની જેમ સારા અલી ખાનની તમામ ફિલ્મો જોવા માટે ઉત્સુક છે. જાન્હવી સારા અલી ખાનની પ્રશંસા કરતા કહે છે કે તેમાં ખુબ શક્યતા છે. અપાર કુશળતા રહેલી છે. તે ફિલ્મમાં ખુબ મોટી મોટી સફળતા હાંસલ કરનાર છે. સારા રણવીર સિંહ સાથે સિમ્બા ફિલ્મમાં નજરે પડી હતી. જાન્હવી કપુરે પોતાની ફિલ્મ ધડક મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પાસે સારી સારી ફિલ્મોની ઓફર પહેલાથી જ આવી રહી છે પરંતુ તે કોઇ નવી ઓફર સ્વીકાર કરી રહી નથી. શ્રીદેવીનુ તાજેતરમા ંજ દુબઇમાં અવસાન થયુ હતુ. શ્રીદેવીની જેમ જ જાન્હવી કપુર પોતાના હોમ પ્રોડક્શનની કેટલીક ફિલ્મમાં પણ જોવા મળનાર છે. કરણ જોહરની ફિલ્મ પણ કામ કરી રહી છે. જો કે કોઇ નામની જાહેરાત હજુ કરાઇ નથી.