ધોનીએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો :BCC

625

ભારતીય વિકેટકીપર બેટ્‌સમેન એમએસ ધોની ૯ જુલાઈએ પોતાનો ૩૮મો જન્મદિવસ ઉજવશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ શનિવારે આ ખેલાડીની પ્રશંસા કરી છે. આઈસીસીએ કહ્યું કે ધોની તે વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે.

આઈસીસીએ એક વીડિયો ટ્‌વીટ કર્યો, ’એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો. એક એવું નામ જે વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. એક એવું નામ જે એક નિર્વિવાદનું રૂપ છે, એમએસ ધોની માત્ર એક નામ નથી.’

આ ક્લિપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલર જસપ્રીત બુમરાહ પણ તે વિશે વાત કરી રહ્યાં છે કે કઇ રીતે ધોનીએ તેના ક્રિકેટની કળાને નિખારી.

કોહલીએ કહ્યું, જે તમે બહારથી જુઓ છો કોઈ વ્યક્તિ વિશે વસ્તુ તેનાથી અલગ હોય છે. તે હંમેશા શાંત અને ધૈર્યવાન રહે છે. તેની પાસે ઘણું શીખી શકાય છે. તે મારા કેપ્ટન હતા અને હંમેશા કેપ્ટન રહેશે. અમારી આપસી સમજ હંમેશાથી ખુબ શાનદાર રહી છે. હું હંમેશા તેની સલાહને ધ્યાનમાં રાખુ છું. બુમરાહે કહ્યું, ’જ્યારે હું ૨૦૧૬મા આવ્યો તો તે મારા કેપ્ટન હતા. ટીમ પર તેનો પ્રભાવ છે અને તે હંમેશા મદદ માટે તૈયાર રહે છે.’

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ ધોનીની પ્રશંસામાં કહ્યું કે, કોઈપણ તેની બરાબર ન હોઈ શકે. સ્ટોક્સ ધોનીની સાથે આઈપીએલમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્‌સની ટીમમાં રમ્યો હતો. સ્ટોક્સે કહ્યું, તે એક મહાન ખેલાડી છે, શાનદાર વિકેટકીપર છે. મને નથી લાગતું કે કોઈ તેની બરાબર છે.

Previous articleવર્લ્ડ કપ : સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ભારે ઉત્સુક
Next article૨ વર્ષમાં ૨૦૭ બાળકો ગુમ; ૧૬૭ પરત ફર્યા, મોટાભાગના કિસ્સામાં પ્રેમપ્રકરણ જવાબદાર