૨ વર્ષમાં ૨૦૭ બાળકો ગુમ; ૧૬૭ પરત ફર્યા, મોટાભાગના કિસ્સામાં પ્રેમપ્રકરણ જવાબદાર

568

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૦૭ બાળકો ગુમ થવાની ઘટના બની છે. જેમાંથી ૧૬૭ બાળકો મળી ગયા કે પરત ફર્યા છે. જોકે, ૪૦ બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ૧૪થી ૧૮ વર્ષના કુલ ૧૪૨ બાળકો ગુમ થવા પાછળ મોટાભાગના કિસ્સામાં પ્રેમ પ્રકરણના કારણે નાસી ગયા હોવાનું જ્યારે ૧૦ વર્ષ સુધીના બાળકોના ગુમ થવાનું મુખ્ય કારણ સામાન્ય રીતે પરીક્ષામાં અસફળતા, વડીલોનો ઠપકો કે સામાજિક કારણોસર માતાની સાથે ઘર છોડવું છે. આ આંકડા અને કારણો વિધાનસભા સત્રમાં માણસાના ધારાસભ્ય સુરેશકુમાર પટેલે પુછેલા સવાલના મુખ્યમંત્રીએ આપેલા જવાબમાંથી સામે આવ્યા છે. જે આંકડા ૧-૬-૨૦૧૭થી ૩૧-૫-૨૦૧૯ સુધીના છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત ગણી શકાય.

Previous articleધોનીએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો :BCC
Next articleફોરેન્સિક યુનિવર્સિટીમાં વિદેશી તાલીમાર્થીઓનું સન્માન કરાયુ