ગાંધીનગરમાં જાખોરા ગામ સહિતના અનેક સ્થળે પિયત ધરાવતા ખેડૂતોએ મેઘરાજાની રાહ જોયા વિના જ ડાંગર રોપણી માટે ધરુ નાંખી દીધું છે. જોકે, આકાશી ખેતી પર આધાર રાખતા ખેડૂતો હજુ પણ મેઘ મહેરની રાહ જોઈને બેઠા છે. વરસાદ ખેંચાતા જિલ્લાના અનેક ખેડૂતો હાલ ચિંતામાં જોવા મળી છે. તો બીજી તરફ પાણીની સગવડ ધરાવતા ખેડૂતો રોપણી કરી દીધી છે