સિહોરની શિવશકિત સોસાયટીમાં રસ્તો ખુલ્લો કરવાની થયેલી માંગ

789
bvn1592017-4.jpg

સિહોરના વોર્ડ નંબર બે શિવશકિત સોસાયટી તરફની રસ્તો ખુલ્લો કરવા રજુઆત સાથે આવેદન અપાયું છે. સિહોર વોર્ડ નં. બે શિવશકિત સોસાયટી કે જયાં આજુબાજુની તમામ જગ્યા પર જવા- આવવા માટેના રસ્તાઓ કોઈ કારણોસર બંધ કરી દેવાયા છે. અગાઉ આ બાબતે તંત્ર વિભાગને અનેક રજુઆતો રહીશો દ્વારા કરાઈ ચુકી છે. આજે અહીંના રહીશો એકઠા થઈ મામલતદાર કચેરી ટોળા સ્વરૂપે ખસી ગયા હતાં. સુત્રોચાર કર્યા હતા સાથે રસ્તા ખુલ્લા કરોના બનેરો પણ રાખવામાં આવ્યા હતાં. અને સુત્રચાર કરીને ડે. કલેકટર ડાભી અને મામલતદાર ચાવડાને રજુઆત કરવામાં આવી હતી. તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવવા માંગણી કરી હતી. ત્યાં વિસ્તારના રહીશો ખુબ મુશ્કેલી એક વખત સ્થળ મુલાકાત લેવા અધિકારીઓને રજુઆતમાં સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું હતું. 

Previous articleનંદકુંવરબા કોલેજમાં જનક જોશીનું વ્યાખ્યાન
Next articleસિહોરમાં નર્મદારથનું સ્વાગત